Monday 27 February 2012

મહેર સમાજને બદનામ કરવાનું ક્યારે બંધ થશે ?

મહેર સમાજને બદનામ કરવાનું ક્યારે બંધ થશે ?

પોરબંદર જીલ્લામાં વસતો અને મોટા ભાગે ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલો મહેર સમાજ ઉજળો અને ખાનદાનીથી ભર્યો ભાદર્યો સમાજ છે. ઇતિહાસના પાને અનેક પ્રકરણો અવ પડ્યા છે જે મહેર સમાજ ને કાયમી ગૌરવ અપાવે છે. સમગ્ર વિશ્વમાં સૌથી નાનકડા સમજો પૈકીનો એક આ સમાજ સ્વ બળે આગળ વધેલો અને દેશ અને દુનિયામાં પોતાનું સ્થાન જમાવનાર સમાજ છે. પરંતુ કેટલાક સ્થાપિત હિતો ધરાવતા તત્વોને કારણે મહેર સમાજ કાયમ ચર્ચામાં રહ્યો છે.. અને લેવાદેવા વગર બદનામ થતો રહ્યો છે.
મહેર સમાજને બદનામ કઈ રીતે કરવામાં આવી રહ્યો છે તે પણ વિચારવા જેવું છે.
છાપાઓમાં વારંવાર એવા સમાચારો આવતા હોય છે કે " દારૂની બોટલ સાથે એક મહેર જડ્પાયો " - " તાજેતરમાં થયેલા હુમલા પ્રકરણમાં એક મહેર શખ્સની અટકાયત " દારૂ વેચતી મેર મહિલાને રિમાન્ડ પર લેતી પોલીસ " - " જમીન ખાલી કરાવનાર મહેર શખ્સની શોધખોળ કરતી પોલીસ.".
આવા અનેક સમાચારો આપ સૌ વારંવાર વાંચતા મળતા હશે.
પરંતુ આપે ક્યારેય એવા સમાચાર વાંચ્યા છે કે " પોરબંદર થી જામનગર નો રસ્તો મંજુર કરાવતો મહેર શખ્સ " - " ગરીબ વિદ્યાર્થીઓને મદદ કરતો મહેર શખ્સ " - "કુવા પડેલા આદિવાસી બાળકને જનના જોખમે બચાવતો મહેર શખ્સ " - સમૂહ લગ્નોત્સવ માટે અઢળક દાન આપતો મહેર શખ્સ "
ના ક્યારેય ની વાંચ્યા હોય... કારણ કે સારું જે કઈ પણ કામ થાય એ વ્યક્તિગત ખાતે ચડાવવાનું.. અને ખરાબ થાય એ બધું સમાજના ખાતે ચડાવવાનું,,,
મિત્રો પોલીસના ચોપડે પણ ફરિયાદમાં " એક મેર શખ્સની અટકાયત કરવામાં આવી " એવુજ લખાય છે..
મેર સમાજ દાનવીર સમાજ છે... ખાનદાનીથી ભર્યો ભાદર્યો સમાજ છે.. અને બીજા માટે જનની આહુતિ આપી દઈને આસરે આવેલાનું રક્ષણ કરનારો સમાજ છે.. જે આ પ્રકારે સમસ્ત મહેર સમાજને બદનામ કરે છે તેવા લોકો ને કહેવાનો સમય પાકી ગયો છે કે મહેરબાની કરીને અમારી ઈતિહાસ તપાસી લો.... બરડા અને ઘેદની ધરતી પરના એક એક પાણે પાના ભરાય એટલો ઉજળો ઈતિહાસ પડ્યો છે...